બગોદરામાં 22 લાખ થી વધુનો દારૂ ઝડપી સપાટો બોલાવતી બગોદરા પોલીસ.

પોલીસે 4500 બોટલો દારૂ અને કન્ટેનર મોબાઈલ સહીત કુલ 42.77 લાખનો મુદામાલ ઝપ્ત કરી ડ્રાંઇવરની ધરપકડ કરી.

પોલીસ આઇસર કન્ટેનરના ડ્રાઈવર અનીલકુમાર લૌહારને ઝડપી પાડ્યો છે જે હરિયાણાનો રહેવાશી છે, સાથે જ દારૂ ભરનાર વિજયકુમાર જાટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે ને દારૂ મંગાવનાર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બગોદરા પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે લાખોનો દારૂ ઝડપી પાડી PI એચ જી ગોહિલ વધુ કાર્યવાહી હાથ ધરી છે.